નવાદા: કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)નેતા તેજસ્વી યાદવે (Tejaswi Yadav) આજે બિહારના નવાદામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. રાહુલ ગાંધીએ ચીને કરેલા અતિક્રમણ અને પ્રવાસી મજૂરોનો મુદ્દો ઉઠાવ્યો તો તેજસ્વી યાદવે લોકોને રોજગારી આપવાનું વચન આપ્યું. રાહુલની બિહાર ચૂંટણી સંદર્ભે આ પહેલી રેલી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ સંબોધનની શરૂઆતમાં લોકોને પૂછ્યું કે નીતિશજીની સરકાર તમને કેવી લાગી? મોદીજીનું ભાષણ કેવું લાગ્યું? તેમણે કહ્યું કે જ્યારે બિહારના યુવા સૈનિકો શહીદ થયા, તે દિવસે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીએ શું કહ્યું અને શું કર્યું? સવાલ એ છે. લદાખ હું ગયો છું. લદાખમાં હિન્દુસ્તાનની સરહદ પર બિહારના યુવાઓ પોતાનું લોહી પાણી એક કરીને જમીનની રક્ષા કરે ચે. ચીને આપણા 20 જવાનોને શહીદ કર્યા અને આપણી જમીન પર કબજો જમાવી દીધો. પરંતુ પ્રધાનમંત્રીએ ખોટું બોલીને હિન્દુસ્તાનની સેનાનું અપમાન કર્યું. તેમણે ખોટું કહ્યું કે ચીનના સૈનિકો દેશમાં ઘૂસ્યા નથી. તમે માથું નમાવીને વાત ન કરો, એ જણાવો કે ચીની સૈનિકોને ક્યારે બહાર ફેંકશો. તમે બિહારમાં આવીને ખોટું ન બોલો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube